મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

થર્ટી ફર્સ્ટની રાતે બી ડિવિઝન પોલીસની સફળ રેડ : રહેણાંક મકાનમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ શરૂ


SHARE









થર્ટી ફર્સ્ટની રાતે બી ડિવિઝન પોલીસની સફળ રેડ : રહેણાંક મકાનમાંથી ૨૧૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ શરૂ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગત રાત્રીના ૩૧ મી ડિસેમ્બરની રાત્રીના વોચ તપાસ આદરી હતી.જે દરમિયાનમાં મળેલ બાતમીના આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી અને વીસીપરાના રહેણાંક મકાનમાં કરવામાં આવેલી રેડ દરમિયાન મકાનમાંથી દારૂની ૨૧૬ બોટલ મળી આવી હતી.જેથી દારૂના ઉપરોક્ત જથ્થા સાથે એક બુટલેગરને પકડવામાં આવ્યો છે અને એકનું નામ ખુલતા હાલ પોલીસે તેને પકડવા આગળની તજવીજ શરૂ કરેલ છે.

ગઈકાલની રાત ૩૧ મી ડિસેમ્બરની રાત હોવાથી નવા વર્ષને આવકારવા માટે અને ખાસ કરીને પ્યાસીઓ દ્વારા દારૂની ડિમાન્ડ રહેતી હોય દારૂ શોધતા હોય છે.દરમિયાનમાં પોલીસ દ્વારા ગતરાત્રિના પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી અને નશાખોરોને પકડી પડવા માટે તજવીજ ચાલુ હતી.તે દરમિયાનમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પથકના પીઆઇ દેખાવડીયાના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ ડી સ્ટાફ પૈકીના રમેશભાઈ રાયધનભાઈ મિયાત્રા અને બ્રિજેશભાઈ જેસંગભાઈ બોરીચાને બાતમી મળી હતી કે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જિદની પાછળના ભાગમાં રહેતા સમીર ઈકબાલભાઈ ઠેબા નામના ઇસમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.જેથી ગત મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં સમીર ઈકબાલ ઠેબા (ઉમર ૨૧) રહે.વીસીપરા બિલાલી મસ્જીદ પાછળ મોરબી વાળાના મકાનમાં રેડ કરવામાં આવી હતી અને રહેણાંક મકાનમાં સર્ચ દરમિયાન ઘરમાંથી ૨૧૬ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી હાલ રૂા.૭૬,૪૮૮ ની કિંમતનો ઉપરોક્ત દારૂનો જથ્થો જપ્ત કરીને સમીર ઇકબાલ ઠેબાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પુછપરછમાં રમીઝ ઉર્ફે રમલો રફિકભાઈ મકરાણી રહે.બીલાલી મસ્જિદ પાછળ વાળાનું પણ નામ ખુલ્યું હોય બંનેની સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જથ્થો તેઓ કોની પાસેથી લાવ્યા હતા..? અને કેટલા સમયથી ક્યાં ક્યાં તેમજ કોને કોને વેચાણ કરતા હતા..? તે દિશામાં પોલીસ દ્રારા આગળ તપાસ થાય તે જરૂરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે ખારાકુવા વાળી શેરીમાં રહેતા મહેશભાઈ મગનભાઈ અમૃતિયા નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબી-જેતપર રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો.તે દરમિયાન રસ્તામાં બાઈક સાથે ભૂંડ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

દાજી જતા સારવારમાં

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ ગીડચ ગામે ડીએમકે પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાના યુનિટમાં આગ લાગી હતી અને અકસ્માતે લાગેલી આગમાં રવિકુમાર દિલીપસિંહ (ઉમર ૨૭) હાલ રહે.ડીએમકે પાર્ટીકલ બોર્ડ પાનેલી રોડ ગૂડચ નજીકવાળાને દાજી જવાના લીધે તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે પોલીસમાં જાણ થતાં હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News