મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

એમપીની ચડ્ડીબનિયાન ધારી ગેંગ મોરબી જીલ્લામાં ધાડ પાડે તે પહેલા ત્રણ શખ્સને દબોચ્યા: ચાર ફરાર


SHARE









એમપીની ચડ્ડીબનિયાન ધારી ગેંગ મોરબી જીલ્લામાં ધાડ પાડે તે પહેલા ત્રણ શખ્સને દબોચ્યા: ચાર ફરાર

મોરબી માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસ સેવરોલેટ ટવેરા ગાડીમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ગાડીમાં આવેલા શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી તેવામાં તકનો લાભ લઈને ચાર શખ્સો ત્યાંથી નાશી ગયા હતા જો કે, પોલીસે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા અને કારને ચેક કરી હતી ત્યારે કારમાં આવેલા શખ્સોની પાસેથી નાના-મોટા ડીસમિસ,  ગણેશિયો, ટોર્ચ બત્તી વાયર કાપવાનું કટર વિગેરે જેવી વસ્તુઓ મળી આવી હતી જેથી કરીને મોરબી જીલ્લામાં ધાડ પાડવા માટે એમપીથી આવેલ ચડ્ડી બનીયાન ધારી ગેંગના ત્રણ શખ્સોને પકડીને પોલીસ દ્વારા તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નાશી ગયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

શિયાળામાં રાત્રી દરમિયાન જુદી જુદી જગ્યાએ ચોરી, ધાડ, લુટ વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે દરમિયાન મોરબીના માળીયા હાઇવે ઉપર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લક્ષ્મીનગર ગામ પાસે સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ઊભી હતી અને તેમાં બધા જ પરપ્રાંતીય લોકો હતા જેથી કરીને કારમાં બેઠેલા શખ્સોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી ત્યારે કારમાં બેઠેલા શખ્સોમાંથી તકનો લાભ લઈને ચાર શખ્સો નાશી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા

હાલમાં મળતી માહિતી મુજબ લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક સાઈ કાંટા પાસે ઉભેલ કારમાંથી બે નાના મોટા ડિસમિસ, લોખંડનો ગણેશિયો, માથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧) રહે. ફૂટતાલાબ તાલુકો જોબટ અલીરાજપુર મધ્ય પ્રદેશ, પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) રહે. માયાવાટ નંદીદડી ફળિયું અલીરાજપુર મધ્યપ્રદેશ અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. કોરિયા પાન તાડફડિયું અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે

આ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં કારમાં બેઠેલા જે ચાર શખ્સો નાસી ગયા છે તેમાં વિજય રૂપસિંગ ભુરીયા જાતે આદિવાસી રહે. ફૂટતાલાબ તાલુકો જોબટ અલીરાજપુર, મુકેશ દલસિંગ અમલીયાર જાતે આદિવાસી રહે. વાઘાટી ફૂટતાલાબ અલીરાજપુર, પપ્પુ બુલુર આદિવાસી રહે. ખાણીયામ્બા તાલુકો ટાંડા અલીરાજપુર અને ભાયા નકતા આદિવાસી રહે ખાણીયામ્બા તાલુકો ટાંડા અલીરાજપુર વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે આ ચાર શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા મોરબી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ચોરી, લૂંટ કે ધાડ જેવી ઘટનાને અંજામ આપવામાં આવે ત્યાર પહેલા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૯૯ મુજબ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News