મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઈ


SHARE









મોરબીમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઈ

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા ભાજપની આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના માજી મંત્રી તેમજ પ્રદેશ ભાજપના વર્તમાન ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ડો. હિતેશભાઈ ચૌધરી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા સહિતના જિલ્લા, તાલુકા તેમજ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ખાસ કરીને આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે મોરબીમાં રાજ્યના માજી મંત્રી, જિલ્લાના પ્રભારી તેમજ જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવા માટે બેઠક યોજાઇ હતી જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય કે પ્રદેશ ભાજપ તરફથી જે કોઈ કાર્યક્રમ આવે તેમાં સૌ કોઈએ પોતાનું સો ટકા યોગદાન આપવું તેવી પણ ટકોર આગેવાનો દ્વારા કરવામાં આવી હતી




Latest News