મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પામ ઓઇલ ભરેલ ૩૪ બેરલ સાથે મેટાડોર પકડાઈ


SHARE









મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પામ ઓઇલ ભરેલ ૩૪ બેરલ સાથે મેટાડોર પકડાઈ

મોરબી એલસીબીના સ્ટાફે મોડીરાત્રીના મોરબીના માળીયા હાઇવે બાજુ આવેલ રવિરાજ ચોકડી પાસેથી શંકાસ્પદ જણાતા મેટાડોર નંબર જીજે ૩ બીડબલ્યુ ૧૬૪૯ ને અટકાવ્યુ હતુ અને તેમાં તપાસ તજવીજ કરવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકના ૩૪ બેરલમાં ભરેલ ૬૮૦૦ લીટર પામ સ્ટ્રીમ (પામ ઓઇલ) મળી આવ્યુ હતુ.જેથી ડ્રાઇવર કાલુગર જીવરાજગર ગોસ્વામી બાવાજી (૫૮) રહે લક્ષ્મણનગર કોઠારીયા મેઇન રોડ રાજકોટ વાળાને તેના બિલ આધાર પુરાવા વિશે વાત કરવામાં આવી હતી જો કે તે ગલ્લાં તલ્લાં કરવા લાગતા હાલ રૂપિયા ૪,૭૬,૦૦૦ ની કિંમતનું ૬૮૦૦ લીટર પામ ઓઇલ તથા રૂપિયા પાંચ લાખની કિંમતની મેટાડોર એમ કુલ મળીને રૂા.૯,૭૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરીને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને તે દિશામાં આગળની તજવીજ એલસીબી સ્ટાફના ચંદુભાઈ કલોતરા સહીતની ટીમ ચલાવી રહી હોવાનું જાણવા મળેલ છે.

એકટીવામાં આગ

મોરબી તાલુકાના આમરણ ગામે કોળીવાસમાં રહેતા હિતેશ રતિલાલ લીંબડ જાતે કોળી નામના ૩૬ વર્ષના યુવાને તાલુકા પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યું હતું કે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેમના નાનાભાઈ મનીષભાઈ ના ઘર પાસે પાર્ક કરવામાં આવેલ તેમનું એકટીવા નંબર જીજે ૩૬ એડી ૯૨૪૩ કોઈ રીતે સળગી ગયું હતું અને નુકસાની થઈ હતી હાલ આ બાબતે જાણવા જોગ દાખલ કરીને એફએસએલ સહિતની બાબતો અંગે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આગળની તજવી શરૂ કરાય છે.

પગથીયા ઉતરતા પડી જતા રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે પગથિયા ઉતરી રહેલ પરપ્રાંતીય અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન પડી ગયો હતો. જેના લીધે તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ૧૦૮ બોલાવવામાં આવી હતી અને ૧૦૮ વળે તેને મોરબીની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી અને તેઓના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત પરપ્રાંતિય યુવાન છે અને પડી જતા તેને ઇજા પબોંચી હતી.




Latest News