મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ પાસા કરવા લાંચ માંગવાના કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE









મોરબીમાં બિલ પાસા કરવા લાંચ માંગવાના કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીમાં રોડના કામના બિલ મંજુર કરવાના બદલામાં કમિશન પેટે લાંચ માંગવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં આવી ગયેલ હોઈ આ કામમા તેના પિતાની મોરબી પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી તેઓએ મોરબીના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા મારફત જમીન અરજી મૂકી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કરેલ છે.

મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ-૩ મા ફરજ બજાવતા કર્મચારીના પિતા પી.એમ. આંગડીયા પેઢી મોરબીના કર્મચારીના પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા.જે કેસની વિગત એવી હતી કે, ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬  કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ૩.૪૦ કરોડનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ મંજુર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરેલનો પોલીસનો આક્ષેપ છે જે કામે પકડાયેલ ચકચારી ગુનાના આરોપીના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જેમાં વકીલ ફેનિલ જે. ઓઝાએ મોરબી સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કરેલ છે આ કેસમાં આરોપી તરફે  મોરબીના વકીલ ફેનિલ જે. ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન ડી. સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.




Latest News