મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વેશભૂષા અને ડાન્સ કોમ્પીટીશન યોજાઇ


SHARE









મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વેશભૂષા અને ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત, વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.

મોરબીમાં રઘુવંશી યુવક મંડળના પ્રમુખ જયેશભાઈ કોટેચાના જણાવ્યૂ હતું કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધા ફોર્મ ભરેલા હતા. તેમાંથી દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય તથા તૃતીય નંબર મેળવનાર ૪૦ થી વધુ વિધાર્થીઓને ઈનામ અર્પણ કરેલ હતા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ૬૫૦ થી વધુ જ્ઞાતીજનોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ જાયેશભાઈ કોટેચા, ઉપપ્રમુખ રવિભાઈ કોટેચા, સેક્રેટરી રોનકભાઈ કારીયા, પ્રો. ચેરમેન તેજસભાઈ બારા તથા રઘુવંશી યુવક મંડળના બધા જ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News