મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની માતા-બહેન ઠપકો દેવા જતાં ત્રણ શખ્સોએ માર માર્યો: મુખ્ય આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની માતા-બહેન ઠપકો દેવા જતાં ત્રણ શખ્સોએ માર માર્યો: મુખ્ય આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા પરિવારની યુવતી દુકાને વિમલ લેવા માટે થઈને ગઈ હતી અને ત્યાંથી તે પરત નહીં આવતા તેની માતા, બહેન અને ભાઈ તેને શોધી રહ્યા હતા દરમિયાન અવાવરુ રૂમ તરફથી તે આવતી હોય તેની પૂછપરછ કરતા તેની સાથે ત્યાં દુકાન ધરાવતા શખ્સ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવું તે યુવતીએ જણાવ્યું હતું જેથી કરીને યુવતીની બહેન તથા તેની માતા સહિતનાઓ આરોપીને ઠપકો દેવા માટે તેની દુકાને ગયા હતા ત્યારે આરોપીએ “થાય તે કરી લેજો” તેવું કહીને યુવતીની માતા સહિતનાઓને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના કહેતા આરોપી સહિતના ત્રણ શખ્સો દ્વારા તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી સહિતનાઓને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં દુષ્કર્મની તેમજ માર માર્યો હોવા અંગેની જુદી જુદી બે પોલીસ ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેના આધારે પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે જો કે, માર મારીના ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને વિમલ લેવા માટે થઈને ગઈ હતી અને લાંબા સમય સુધી ત્યાંથી તે પરત ન આવતા તેની માતા તથા બહેન અને ભાઈ દ્વારા તે યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી દરમિયાન તે યુવતી અવાવરુ ઓરડી તરફથી આવતી જોવા મળી હતી જેથી કરીને તેને રોકીને તે યુવતીના ભાઈએ તેની પૂછપરછ કરી હતી ત્યારે ગોપાલ ભરવાડ નામના શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું તેણે જણાવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપી ગોપાલ ભરવાડે “થાય તે કરી લેજો” એવું કહીને ફરિયાદી યુવતી તથા તેની સાથે ગયેલા લોકોને ગાળો આપી હતી અને ત્યારે ગાળો આપવાની ના કહેતા ગોપાલ ભરવાડ તથા તેની સાથે રહેલા બે શખ્સો દ્વારા તેના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી યુવતી તથા તેની સાથે ગયેલ વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેઓને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની હાલમાં ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા રહે. વાવડી રોડ ભગવતી પરા તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સોની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ છે જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના ભાઈએ ગોપાલ ભોજાભાઇ મકવાણા રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને હાલમાં દુષ્કર્મના ગુનામાં આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૩૫) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને અને મારામારીના ગુનામાં આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News