મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે GIDC માં થઈ રહેલા કોમર્શિયલ બહુમાળી બાંધકામની RTI હેઠળ માહિતી ન મળતા હવે કરાશે અપીલ


SHARE









મોરબીના શનાળા રોડે GIDC માં થઈ રહેલા કોમર્શિયલ બહુમાળી બાંધકામની RTI હેઠળ માહિતી ન મળતા હવે કરાશે અપીલ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં હાલમાં કોમર્શિયલ બહુમાળી કોમ્પલેક્ષ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેની બાંધકામ મંજૂરી સહિતની માહિતી આરટીઆઇ હેઠળ મોરબી નગરપાલિકામાંથી માંગવામાં આવી હતી જોકે અરજદારને માહિતી નગરપાલિકામાંથી આપવામાં આવી નથી જેથી કરીને હવે આગામી સમયમાં માહિતી મેળવવા માટે થઈને પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે અપીલ કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે 

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા દ્વારા મોરબી નગરપાલિકામાં આરટીઆઇ હેઠળ અરજી કરવામાં આવી હતી અને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં "એમ્પાયર મેડ-વે" નામથી જે કોમર્શિયલ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બાંધકામની મંજૂરી સહિતની માહિતી નગરપાલિકા પાસેથી આરટીઆઇ હેઠળ માંગવામાં આવી હતી જોકે હાલમાં કિશોરભાઈ ચીખલીયાને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે તેમાં માહિતી આપવામાં આવેલ નથી અને ત્રાહિત પક્ષકારને માહિતી ન આપવા પક્ષકાર તરફથી જણાવવામાં આવ્યું હોવાથી પાલિકામાંથી માહિતી આપી શકાય તેમ નથી તેવું જણાવવામાં આવ્યું છે જેથી કરીને આ કોમર્શિયલ કોમ્પ્લેક્સની બાંધકામ મંજૂરી સહિતની માહિતી મેળવવા માટે થઈને હવે આગામી સમયમાં કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા દ્વારા પ્રાદેશિક કમિશનરને અપીલ દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે




Latest News