મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ ઢોરની ગમાણમાંથી દારૂની ૧૯૫ બોટલ સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ


SHARE









વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ ઢોરની ગમાણમાંથી દારૂની ૧૯૫ બોટલ સાથે એકની ધરપકડ, માલ આપનારની શોધખોળ

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વાડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઢોરની ગમાણમાંથી દારૂ નાની અને મોટી કુલ મળીને ૧૯૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૭,૧૮૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને માલ આપનારા શખ્સનું નામ સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધાયો છે અને તેને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાં સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અગાભી પીપળીયા ગામે સાજળીયા વાળી સીમમાં યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની વાડી આવેલ છે અને તે વાડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની મોટી ૨૮ અને નાની ૧૬૭ આમ કુલ મળીને દારૂની નાની અને મોટી ૧૯૫ બોટલો વાડીમાં આવેલ ઢોરની ગમાણમાંથી મળી આવતા પોલીસે ૨૭,૧૮૦ ની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા જાતે દરબાર (૨૪) રહે.અગાભી પીપળીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સને કલ્પેશભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહે. ભાડલા તાલુકો જસદણ વાળાએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News