મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા પાસેથી ૯૨ બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ


SHARE









મોરબીના આંદરણા પાસેથી ૯૨ બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામની સીમમાં આવેલ હોટલ સામે રસ્તા ઉપરથી રીક્ષા પસાર થઇ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની ૯૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને રીક્ષા મળીને ૧,૨૭,૬૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણાના ગામની સીમમાં રામદેવ હોટલ સામે રસ્તા ઉપરથી ઓટો રિક્ષા નંબર જીજે ૨૪ ડબલ્યુ ૮૧૪૨ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની ૯૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭,૬૦૦ નો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧,૨૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ભરતસિંહ અભેસિંહ વાઘેલા જાતે દરબાર (૩૬) રહે. વડા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News