મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

હળવદમાં સગીરનું બાવડું પકડીને શારીરિક અડપલા કર્યા બાદ બીભત્સ માંગણી


SHARE









હળવદમાં સગીરનું બાવડું પકડીને શારીરિક અડપલા કર્યા બાદ બીભત્સ માંગણી

હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું બાવડું પકડીને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા તેમજ તેની પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી રસ્તા ઉપરથી જઈ રહી હતી ત્યારે તેનું બાવડું પકડીને તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા તેમજ તેની પાસે એક શખ્સ દ્વારા બીભત્સ માંગણી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજણ ઉર્ફે અજો જીવરાજભાઈ દેવીપુજક રહે. ત્રણ માળિયા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની દીકરીનું બાવડું પકડીને શારીરિક અડપલા કરીને બીભત્સ માંગણી કરવામાં આવી હતી તેમજ આ શખ્સ તેની દીકરીને અવારનવાર હેરાન કરતો હતો જેથી ભોગ બનેલ સગીરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૫૪ (એ) અને પોકસો એક્ટની કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News