મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના હળવદ-ટંકારા તાલુકામાં ભાજપના જુદાજુદા મોરચામાં હોદેદારોની વરણી


SHARE













મોરબી જિલ્લાના હળવદ-ટંકારા તાલુકામાં ભાજપના જુદાજુદા મોરચામાં હોદેદારોની વરણી

મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી હિતેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી,ઝોનના મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા તેમજ શહેર ભાજપના પ્રભારી આનંદભાઈ સાથે ચર્ચા કરીને હળવદ શહેર ભાજપ તેમજ હળવદ શહેરના કિસાન, બક્ષીપંચ, અનુ. જાતિ, મહિલા અને યુવા મોરચાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે તેમજ ટંકારા તાલુકા ભાજપ કિશાન મોરચાના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે

હળવદ શહેર ભાજપના પ્રમુખ બાદ હાલમાં ઉપપ્રમુખ પદે જતીનભાઈ રાવલ, ગીરીશભાઈ પરમાર, રાજેશભાઈ વાઘોડિયા, જયભાઈ ઠક્કર, વિજુબેન રબારી અને દાનાભાઈ કણઝરીયાને લેવામાં આવેલ છે તેમજ મંત્રી પદે ચંદુભાઈ દલવાડી, જશુબેન ઝાલા,સતિષભાઈ સનુરા, ઘનશ્યામભાઈ તારબુંદીયા, મંજુબેન ધામેચા અને દેવાભાઈ ભરવાડ અને ખજાનચી પદે મુક્તાબેન લાડવાણી અને કાર્યાલય મંત્રી પદે મુકેશભાઈ આચાર્યની વરણી કરવામાં આવેલ છે તો શહેર ભાજપ કિસાન મોરચામાં પ્રમુખ પદે સંદીપભાઈ પટેલ, મહામંત્રી પદે જગદીશભાઈ કણજરીયા તેમજ હળવદ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે ભાવનાબેન પટેલ, મહામંત્રી પદે હીનાબેન મહેતા અને હળવદ શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદે હરીશભાઈ ઝાલા, મહામંત્રી પદે હરેશભાઈ પરમારની વરણી કરવામાં આવેલ છે તે ઉપરાંત ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષની પણ તમામ મોરચામાં વરણી કરેલ છે.

હળવદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે અરવિંદભાઈ દલવાડી, મહામંત્રી તરીકે અશોકભાઈ પ્રજાપતિની વરણી કરેલ છે જયારે હળવદ શહેર યુવા ભાજપના પ્રમુખ પદે જયદીપભાઇ રબારી અને મહામંત્રી પદે મહાવિરભાઈ ઠાકર ની વરણી કરેલ છે ત્યારે જુદાજુદા મોરચામાં હોદેદાર બનેલા નવ નિયુક્ત હોદ્દેદારોને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, જિલ્લા યુવા મહામંત્રી તપનભાઈ દવે સહિતના આગેવાનોએ શુભકામનાઑ પાઠવી હતી

ટંકારા તાલુકા ભાજપ કિશાન મોરચા

ટંકારા તાલુકા ભાજપ કિશાન મોરચા પ્રમુખ પદે દેવરાજભાઈ ભીખાભાઈ સંઘાણી, મહામંત્રી પદે જીતેન્દ્રભાઈ ગોકળભાઈ ખોખાણી, ઉપપ્રમુખ પદે કેશવજીભાઇ રામજીભાઈ રૈયાણી અને જાડેજા દીપકસિંહ સજુભા, મંત્રી પદે પરેશભાઈ વિરજીભાઈ ઉજરીયા, કેશવજીભાઇ રાઘવજીભાઈ ઘોડાસરા, ઈશ્વરભાઈ જીવરાજભાઈ ઘેટિયા અને હિતેશભાઈ નાગજીભાઈ કારાવાડિયા તેમજ કોષાધ્યક્ષ પદે જયપાલસિંહ ગાંડુભા ઝાલાની નિમણુક કરવામાં આવી છે






Latest News