મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ શ્રમિકને સારવારમાં ખસેડાયો


SHARE













મોરબી નજીક કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ શ્રમિકને સારવારમાં ખસેડાયો

મોરબીના અમરેલી-ખીજડીયા રોડ ઉપર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી જવાથી શ્રમિકને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના અમરેલી-ખીજડીયા રોડ ઉપર આવેલ વી- બોક્સ ઓટો પેક કંપની ખાતે કામ કરતો અને ત્યાં રહેતો ઓમપ્રકાશ તિવારીરામ નામનો વ્યક્તિ કારખાનામાં કામ કરી રહયો હતો ત્યારે ડ્રાઇ કરતા મશીનમાં હાથ આવી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઓમપ્રકાશ તિવારીરામ નામના વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા નંદલાલભાઈ જમનાદાસ ભાનુશાળી (૪૯) નામના આધેડ પોતાનું બાઈક લઈને રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો ઉતરતા તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં બનાવમાં નંદલાલભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News