મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે વધુ એક દુકાનમાં ચોરી: તસ્કરોનો હાહાકાર


SHARE









મોરબીના ચાંચાપર ગામે વધુ એક દુકાનમાં ચોરી: તસ્કરોનો હાહાકાર

મોરબી તાલુકાનાં ચાંચાપર ગામે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં વધુ એક દુકાનને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ હવે તો સવાલો ઉઠવા લાગ્યા છે કેમ કે, છેલ્લા છ મહિનામાં લગભગ ૧૧ સ્થળે ચોરી કરવામાં આવેલ છે તેવું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી માહિતી મુજબ મોરબી તાલુકા ચાંચાપર ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલ દુકાનને તસ્કરે નિશાન બનાવેલ છે અને ત્યાથી રોકડા રૂપિયા ૭૦૦ અન્ય પરચુરણ અને જંકફૂડના પડીકા, ગુટખા સહિતનો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી કરીને આ બનાવની વેપારીએ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે વધુમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી સમયાંતરે ચોરીની ઘટનાઓ ગામમાં બની રહી છે અને નાની મોટી લગભગ ૧૧ જેટલી ચોરી છેલ્લા છ માહિનામાં કરવામાં આવેલ છે અને જુદીજુદી વસ્તુઓની ચોરીઓ કરવામાં આવેલ છે જેથી ગામના લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ પેટ્રોલીગ વધારે તેવી માંગ ઉઠી છે




Latest News