મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મળી


SHARE













મોરબી નજીકથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મળી

મોરબીના ઘૂટું ગામની સીમ વિસ્તારમાં આવેલ રોલેક્સ સિરામિક નામના કારખાનાના ગેઇટ પાસેથી કોઈ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી હાલમાં મૃતક યુવાનની ઓળખ મળી ગયેલ છે જો કે, તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ રોલેક્ષ સીરામીક કારખાના પાસે કોઈ અજાણ્યા ૨૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે ચક્રોગતિમાન કર્યા હતા તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનની ઓળખ મળી ગયેલ છે અને તે યુવાન મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ભામલ ગામનો રહેવાસી દિનેશ બળધાભાઈ ભુરિયા (૨૮) વાળો હોવાનું સામે આવ્યું છે અને તે જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે જો કે, યુવાનની હત્યા કરવામાં આવી છે કે કેમ તેની તપાસ માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News