મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આધેડ મહિલાની જમીન હડપ કરનારા બે સગા ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE













ટંકારાના હડમતીયા ગામે આધેડ મહિલાની જમીન હડપ કરનારા બે સગા ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ

ટંકારા તાલુકાના હડમતીયા ગામે મહિલાની માલિકીની જમીન બે સગા ભાઈઓ દ્વારા હડપ કરી લેવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટી પાસે ભંભોડીની વાડીમાં રહેતા અનસોયાબેન રમેશભાઈ નકુમ જાતે સતવારા (૫૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખાભાઈ વાલજીભાઈ સિણોજીયા અને જયંતીભાઈ વાલજીભાઈ સિણોજીયા રહે. બંને હડમતીયા તાલુકો ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ ખેરાર તરીકે ઓળખાતી સીમમાં તેઓની સર્વે નંબર ૨૪૫ પૈકી ૩ ની હેક્ટર આર.એ. ૦૦-૮૦-૯૪ થી પાંચ વીઘા જમીન પૈકી આરોપીઓએ ૨૬ ગુઠા જેટલી જમીન ગેરકાયદેસર કબજો કરીને ત્યાં જીરાના પાકનું વાવેતર કરી જમીન પચાવી પાડેલ છે જેથી કરીને ભોગ બનેલો મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર ઉમા રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ છગનભાઈ મેરજા (૬૧) નામના વૃદ્ધ બાઈક લઈને કારખાનેથી ઘરે પરત જતા હતા ત્યારે રસ્તામાં કેરળા ગામ પાસે તેના બાઈક આડે કુતરુ ઉતરતા બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બળવંતભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News