મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી: યુવતીને પેટમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાતા તેને બે માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું


SHARE









મોરબી: યુવતીને પેટમાં દુખાવો ઉપાડતાં સારવારમાં ખસેડાતા તેને બે માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતી યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેની મેડિકલ તપાસ દરમિયાન તે યુવતીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં બીજા જિલ્લા અને રાજ્યમાંથી ઘણા શ્રમિકો તેઓના પરિવાર સાથે રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે આવી જ રીતે મોરબીના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક વાડી વિસ્તારમાં રહીને ખેતીમાં મજૂરી કામ કરી રોજગારી મેળવવા માટે થઈને બીજા જિલ્લામાંથી પરિવાર ત્યાં આવ્યો હતો અને તે પરિવારની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેની મેડિકલ તપાસ દરમિયાન તે ૧૮ વર્ષની યુવતીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના રાજપર ગામે હાલમાં રહેતો મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી વેલા કરણ સિંગવી (૩૧) નામનો યુવાન બાઈક લઈને ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે




Latest News