મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાં ઘરમાંથી ૧૩ ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરના નવાપરામાં ઘરમાંથી ૧૩ ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શખ્સના ઘરમાં ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ૧૩ ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા પોલીસે ૬૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લામાં ચાઈનીઝ ફીરકીનું વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર જિલ્લા કલેકટર દ્વાર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે ત્યાંથી ચાઈનીઝ ફીરકીઓ મળી આવે છે અને છેલ્લા દિવસોમાં ટંકારા અને મોરબી વિસ્તારમાંથી ચાઈનીઝ ફીરકી સાથે કેટલાક શખ્સો મળી આવ્યા હોય તેમની સામે ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા અનિલભાઈ મકવાણાના ઘરમાં ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી પ્રતિબંધિત ૧૩ ચાઈનીઝ ફીરકી મળી આવી હોય પોલીસે ૬૫૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી અનિલભાઈ રમેશભાઈ મકવાણા જાતે કોળી (૨૧) રહે. નવાપરા વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાંના ભંગ સબબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ભૂલથી ઝેરી દવા પી ગયો

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ એપોલો પેપર મીલમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારનું બાળક સાહત અનિલભાઈ (દોઢ વર્ષ) કોઈ કારણોસર રમતા રમતા ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News