મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ઇનોવા ગાડી ઝડપાઇ: ડ્રાઈવર-મહિલા બુટલેગર સામે નોંધાયો ગુનો


SHARE







મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ઇનોવા ગાડી ઝડપાઇ: ડ્રાઈવર-મહિલા બુટલેગર સામે નોંધાયો ગુનો

મોરબી નજીક આવેલ દરિયાલાલ પ્લાઝા શોપિંગની પાછળના ભાગમાં ટાઇલ્સ કટીંગના ઢગલા પાસે સિલ્વર કલરની ઇનોવા ગાડી હતી જે ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૫૮૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને ગાડી મળીને ૩,૧૧,૬૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે ગાડીનો ચાલક હાજર ન હતો અને આ માલ મોરબીની મહિલા બુટલેગરનો હોવાનું સામે આવતા પોલીસે હાલમાં બે વ્યક્તિઓની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીક આવેલ દરિયાલાલ પ્લાઝા શોપિંગ પાછળ આવેલ રિવેરા સીરામીક તરફ જવાના રસ્તા ઉપર ખુલ્લા પટની સામેના ભાગમાં ટાઇલ્સ કટીંગના ઢગલામાં સિલ્વર કલરની ઇનોવા ગાડી નંબર જીજે ૧ એચ ૪૧૬૫ પડી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૫૮૦ લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૧,૬૦૦ નો દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો જો કે, દારૂ બહારથી લાવીને ત્યાં ગાડી મૂકી રાખી હતી અને ગાડી પાસે ગાડીનો ચાલક હાજર ન હતો જેથી કરીને હાલમાં પોલીસે ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી અને દારૂ મળીને ૩,૧૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક તેમજ સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા વનાળિયા સોસાયટી મોરબી વાળાઓની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બંને આરોપીઓને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથી પીરની દરગાહ પાસેથી સ્કૂટર નંબર જીજે ૩૬ એઇ ૦૫૫૫ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ તથા ૪૦ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને ૪૦,૩૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સિરાજભાઈ રાજુભાઈ સુમરા જાતે સંધિ (૨૧) રહે. વજેપર શેરી નં-૯ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News