સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક


SHARE









મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક

મોરબી જિલ્લામાં વિવિધ મોરચાઓના હોદ્દેદારોની વરણી કરવાની બાકી હોય તાજેતરમાં જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપ, મોરબી જિલ્લા કિસાન મોરચો, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચો અને અનુ. જાતિ મોરચાના જુદા જુદા હોદેદારોની નિમણૂક કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સાથે ચર્ચા અને પરામર્શ કર્યા બાદ જિલ્લાના વિવિધ મોરચાના હોદેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા યુવા ભાજપના મંત્રી પદે દક્ષ નિકુંજભાઈ કોટક અને હરેશભાઈ મનસુખભાઈ મદ્રેસાણીયા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ પદે વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ અને રમેશભાઈ સવજીભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ પદે મેરાભાઈ કાળાભાઈ ધરજીયા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ પદે દિનેશભાઈ જેઠાભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના મંત્રી પદે નરસીભાઈ ગોકળભાઈ વોરાની નિમણૂક કરવામાં આવેલ છે જેથી નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી આવકાર અને શુભકામનાઓ મળી રહે છે




Latest News