મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ


SHARE









મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃત, સક્રિય, ધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે અને છેલ્લા બે દિવસથી જુદાજુદા વિસ્તારમાં ધાર્મિક સ્થાનોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તેમજ ગામના સરપંચો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આ અભિયાન માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સ્વખર્ચે સફાઈ સાધનો ધાર્મિક સ્થાનોમાં આપી રહ્યા છે અને બંને તાલુકમાં કુલ મળીને ૫,૦૦૦ જેટલી ઘડિયાળો મંદિરો અને ધર્મસ્થાનોમાં આપવાના છે અત્યાર સુધીમાં જેતપર(મ.) રામજી મંદિર, ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિર, મોટા દહિસર રામજી મંદિર, મહેન્દ્રનગર હનુમાનજી મંદિર, ધર્મમંગળ સોસાયટી, CNG પંપની સામે, રામજી મંદિર ભડિયાદ અને ત્રાજપર, નીલકંઠ મહાદેવ મંદિર સહિતના દેવ સ્થાનોમાં સફાઈ કરવામાં આવી હતી




Latest News