મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત
Breaking news
Morbi Today

મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં બે કાર, એકટીવા તથા અન્ય વાહનોમાં ઘસી આવેલા દશેક ઈસમો દ્વારા કારમાં રહેલા બે યુવાનોને નિચે ઉતારીને તેઓને ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દશ જેટલા ઈસમોની સામે આર્મ્સ એકટ-રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં વધુ પાંચ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ વાળી શેરીમાંથી કારમાં જઈ રહેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) રહે.સબ જેલ ચોક સામે રબારીવાસ મોરબી તેમજ તેની સાથે રહેલ સાહેદ કરણ સંજયભાઇ મકવાણા (૨૧) ઉપર છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, તલવાર તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બે કાર, એકટીવા તથા સ્કૂટરમાં આવેલા ૧૦ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સંજય રબારી તથા કરણ મકવાણાને કારમાંથી નીચે ઉતારીને ધોકા-પાઇપ વડે માર માર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી બાદમાં બંને યુવાનને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભાગ બનેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દેવ હકાભાઇ કુંભારવાડીયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, અંકિત, હિતુ અને તીર્થ જયસુખ કૈલા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ પાર્કિંગ બાબતે શનાળા રોડ સ્કાય મોલ પાસે છુટા હાથની મારામારી થઈ હતી જેનો ખાર રાખીને તેઓની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ આરોપી તીર્થ જયસુખ કૈલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પાતાળિયા તથા સ્ટાફ દ્વારા હિતેન્દ્ર ધર્મેન્દ્રભાઈ વસવેલીયા જાતે પ્રજાપતિ (૨૭) ધંધો ડ્રાઇવિંગ રહે. કૈલાશ પાર્ક વાવડી ચોકડી પાસે મોરબી, નયન ઉર્ફે નાગદાન ધીરુભાઈ ડાંગર જાતે આહીર (૩૯) રહે. યદુનંદન પાર્ક સનાળા રોડ મોરબી, અંકિત રાણાભાઇ અવાડિયા જાતે આહિર (૨૫) રહે. ન્યુ ગાયત્રી નગર સોસાયટી વાવડી રોડ મોરબી, વિશાલ બચુભાઈ ગોગરા જાતે બોરીચા (૩૩) રહે. કોયલી તાલુકો મોરબી તેમજ અંકિત અરૂણભાઇ રાઠોડ જાતે મોચી (૩૩) રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની તા. ૧૮ ના રોજ રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ધરપકડ કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News