મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરીએ ફેલો તરીકે કાર્યરત માનસીબેનને વિદાય: હિતેશ્રી દવેને આવકાર


SHARE









મોરબી જિલ્લા માહિતી કચેરીએ ફેલો તરીકે કાર્યરત માનસીબેનને વિદાય: હિતેશ્રી દવેને આવકાર

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સરકારની ફેલોશીપ યોજના હેઠળ છેલ્લા એક વર્ષથી ફેલો તરીકે કાર્યરત માનસીબેન નળિયાપરાની ફેલોશીપ પૂર્ણ થતા જિલ્લા માહિતી પરિવાર દ્વારા ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું. જ્યારે ફેલોશીપ યોજના હેઠળ નવા ફેલો તરીકે આવેલા હિતેશ્રી દવેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સરકાર દ્વારા ગુજરાતમાં આવેલી તમામ યુનિવર્સિટીઓમાં માસ્ટર્સ ઇન જર્નાલિઝમ તથા બેચલર ઇન જર્નાલિઝમમાં અભ્યાસ પૂર્ણ કરી રેન્ક મેળવેલા ઉમેદવારોની યાદી મંગાવવામાં આવે છે. આ યાદી માંથી ટોપ ૨૦ ઉમેદવારોને વિવિધ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે ફેલોશીપ યોજના હેઠળ માહિતી વિભાગની કામગીરી શીખવા માટે કાર્યરત કરવામાં આવે છે. જે અન્વયે માસ્ટર ઇન જર્નાલિઝમ પૂર્ણ કરેલા ઉમેદવારને ૨૦ હજાર તેમજ બેચલર ઇન જર્નાલિઝમ પૂર્ણ કરેલા ઉમેદવારોને ૧૫ હજાર સ્ટાઈપેંડ તરીકે ચૂકવવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ફિલ્મ ઓપરેટર ભરતભાઈ ફુલતરીયા, સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવી, જુનિયર ક્લાર્ક જય રાજપરા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી બી. ગોસ્વામી, જયેશ વ્યાસ, અજય મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News