મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા તમાકુ મુક્તિ માટે શિબિર યોજાઇ


SHARE









મોરબીમાં કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા તમાકુ મુક્તિ માટે શિબિર યોજાઇ

કોમન મેન ફાઉન્ડેશન મોરબી દ્વારા આયોજિત તમાકુ મુક્તિ અભિયાનની પાંચમા ચરણની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કચ્છ કડવા પાટીદાર સમાજના નવચેતન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને બિરદાવવા અને સમાજના યુવાનોને વ્યસન મુક્ત થવા આદર્શ સંદેશ પાઠવતા સમાજના પ્રમુખ હરિભાઈ ભગતે કહ્યું કે,  વ્યસન એ કુછંદ છે અને તેનાથી આપણે ધીમે ધીમે આપઘાત કરતા હોઈએ છીએ. સંતાનોના ભવિષ્યને ઉજજવળ બનાવવા વ્યસનથી દૂર રહેવું, સમાજના આદરણીય એવા રતનશીભાઈ સુરાણીએ સમાજને સંસ્કૃતિની યાદ અપાવી કહ્યું હતું કે, જાગ્યા ત્યાંથી સવાર. વ્યસન મુક્ત સમાજ એ જ આદર્શ સમાજ એવું ઉદાહરણ પૂરું પાડીએ. આ મિટિંગમાં મોરબીના વિવિધ શાખાઓના ડોક્ટરોએ સ્લાઈડ શો દ્વારા વ્યસનથી થતી બરબાદી વિશે સચોટ વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારે ડો. પ્રેયસ પંડ્યા, ડો. વિજય ગઢિયા, ડો. વિપુલ કોટેચા, ડો. ભવ્ય ભાલોડિયા અને ડો. ભાવિન ગામી વગેરેએ અસરકારક વક્તવ્યો આપી યુવાનોને વિચાર મંથન કરવા પ્રેરિત કર્યા હતા આ તમાકુનું વ્યસન છોડ્યા બાદ જો કોઈ શારીરિક કે માનસિક સમસ્યા સર્જાય તો કોમનમેન ફાઉન્ડેશન તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે તેવી બાંહેધરી કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી અને કચ્છી સમાજના આ નવચેતન યુવક મંડળના પ્રમુખ કલ્પેશભાઈ પોકારે આયોજન કર્યું અને આદર્શ સમાજને હજુ પણ વિશેષ આદર્શ નમૂના રૂપ સમાજ ઘડીએ તેવી અપીલ કરી હતી




Latest News