મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે ઘરે બાથરૂમમાં પડી જવાથી માથામાં ઇજા થતાં વૃદ્ધનું મોત


SHARE









મોરબીના નવા સાદુળકા ગામે ઘરે બાથરૂમમાં પડી જવાથી માથામાં ઇજા થતાં વૃદ્ધનું મોત

મોરબી નજીકના નવા સાદુળકા  ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને તેના મિત્ર તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના નવા સાદુળકા ગામે રહેતા માધવજીભાઈ વેલજીભાઈ વઘાડિયા જાતે પટેલ (૫૮) પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેને માથામાં ગંભીર જતા તેનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મિત્ર વિઠ્ઠલભાઈ પાંચોટિયા તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

એક બીયર સાથે ઝડપાયો

વાંકાનેર તાલુકાના હોલમઢથી જાલસીકા ગામ તરફ જવાના રસ્તા ઉપર માતાજીના મંદિર સામેથી પસાર થતી ઇકો ગાડી નંબર જીજે ૩૬ એસી ૬૨૭૮ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે ૧૦૦ ની કિંમતમાં બિયર તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૩,૦૦,૧૦૦ ની કિંમતના મુદ્દા માલ સાથે નવઘણભાઈ મનસુખભાઈ જમોડ જાતે કોળી (૨૭) રહે ધિયાવડ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News