મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી નજીકના પ્રેમજીનગરમાં ઘર પાસે નડતરરૂપ વાહન લેવનું કહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો


SHARE









મોરબી નજીકના પ્રેમજીનગરમાં ઘર પાસે નડતરરૂપ વાહન લેવનું કહેતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગરમાં યુવાનના ઘર પાસે નડતરરૂપ થાય તે રીતે આઇસર વાહન પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું જેને દૂર લેવા માટે તેને કહ્યું હતું ત્યારે તે યુવાનને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલીને લાફો મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાન તેના ઘરે જતો રહ્યો હતો ત્યારબાદ ત્રણ શખ્સોએ તેને ઘરે આવીને જાહેરમાં તેને ગાળો આપીને જાતિ પ્રત્યે અપમાનિત કરીને ઢીકાપાટુનો માર મરવામાં આવ્યો હતો તેમજ લાકડી વડે કપાળમાં માર મારીને ઇજા કરી હતી અને તે યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ મારામારીમાં ઈજા કરી હતી માટે ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકાનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઈ નાથાભાઈ ઉર્ફે હરેશભાઈ શ્રીમાળી જાતે અનુ. જાતિ (૪૦)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પુનાભાઈ સોંડાભાઈ ભુંડિયા, મશરૂભાઈ સોંડાભાઈ ભુંડિયા અને બાબુભાઈ બચુભાઈ ભુંડિયા રહે. બધા પ્રેમજીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, પુનાભાઈનું આઇસર વાહન ફરિયાદીના ઘર પાસે નડતરરૂપ થાય તે રીતે પાર્ક કરીને મૂક્યું હતું જે આઇસર વાહનને રસ્તામાંથી લઈ લેવા માટે થઈને કહ્યું હતું ત્યારે આરોપીએ તેને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહીને લાફો માર્યો હતો જેથી કરીને યુવાન તેના ઘરે જતો રહ્યો હતો ત્યારબાદ ત્રણેય શખ્સો ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં તેને જાહેરમાં ગાળો આપીને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલે ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે બાબુભાઈએ લાકડી વડે તેને કપાળના ભાગે ઘા મારીને ઈજા કરી હતી તેમજ મશરૂભાઈએ છૂટા પથ્થરના ઘા કરેલ હતા તે દરમિયાન તેને બચાવવા માટે થઈને પડેલ મનહરભાઈને પણ ઇજાઓ થઈ હતી જેથી ફરિયાદી અને મનહરભાઈને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News