મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીની શિવનગર સોસાયટીમાં ઘરે અજુગતું પગલું ભરી લેતા યુવાન સારવારમાં


SHARE













મોરબીની શિવનગર સોસાયટીમાં ઘરે અજુગતું પગલું ભરી લેતા યુવાન સારવારમાં

મોરબીમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવનગર સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ઉમા વિદ્યા સંકુલની સામેના ભાગમાં શિવનગર સોસાયટીમાં રહેતા જીતુભાઈ ધીરુભાઈ સનુરા (૨૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીને સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ કરતા વિજયભાઈ મિયાત્રા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનને કામ બાબતે તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને લાગી આવતાં તેને આ પગલું ભર્યું છે તેવું જાણવા મળ્યું છે જેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ચૌહાણ શેરીમાં રહેતા તુષાર મહેન્દ્રભાઈ જાદવ (૩૬) નામનો યુવાન મોરબીમાં બાવળિયા પીરની દરગાહ વાવડી રોડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની કામગીરી હોસ્પિટલમાં લઈને આવ્યા છે.






Latest News