મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ-પીપળીયા ચોકડી નજીક જુગારની બે રેડ: છ જુગાર ૧૪,૯૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીની પાવડિયારી કેનાલ-પીપળીયા ચોકડી નજીક જુગારની બે રેડ: છ જુગાર ૧૪,૯૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે શાક માર્કેટ નજીક અને પીપળીયા ચોકડી પાસે પાણીની ટાંકી નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને છ જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી કુલ ૧૪,૯૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે શાક માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી જિલ્લા એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ ઉર્ફે બાબુલાલ પ્રાગજીભાઈ સોલંકી જાતે ખવાસ (૭૧), રહીમભાઈ છોટુભાઈ શેખ જાતે મુસ્લિમ (૬૧) અને યુસુફખાન અકબરખાન પઠાણ જાતે મુસ્લિમ (૪૦) રહે. ત્રણેય વાવડી રોડ ત્રીજી પાર્ક મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી નજીક કરી હતી ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા શાહનવાજ અબુબકરભાઇ ચાનિયા જાતે સંધિ (૩૩), ઇસ્માઈલભાઈ નુરમહમદભાઈ ચાનીયા જાતે સંધિ (૩૯) અને યાસીન અબુબકરભાઇ ચાનિયા જાતે સંધિ (૨૯) રહે ત્રણેય કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ નર્મદા હોલ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News