ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE









મોરબી નજીક કારખાનામાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબી હળવદ હાઇવે રોડે આવેલ ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક આવ્યો હતો જેને ચેક કરવામાં આવ્યો ત્યારે તે ટ્રકમાં માટીની આડમાં દારૂ અને બીયર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂ, બીયર અને ટ્રક મળીને ૫.૫૭ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે શખ્સને પકડવામાં આવ્યા હતા તેને બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબી જેલ હવાલે કરેલ છે

મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાના પાર્કીંગમાંથી ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ માં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ ની ધરપકડ કરેલ હતી અને ટ્રકમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૨ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ, બીયર તેમજ ટ્રક અને માટી મળીને પોલીસે કુલ ૫,૫૭,૭૫૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ શખ્સો પાસેથી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તાલુકો જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાના નામા સામે આવેલ હતા જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી, પાતાળિયાંને સોપવામાં આવી છે અને જે બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે આરોપીના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તે બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News