મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

સરકારથી મોટું કોઈ નહીં, સરકારના પ્રતિનિધિએ સરકારના હિત માટેના કામમાં પાછી પાની કરવાની જ ન હોય: દિગ્વિજયસિંહ ડી. જાડેજા


SHARE









સરકારથી મોટું કોઈ નહીં, સરકારના પ્રતિનિધિએ સરકારના હિત માટેના કામમાં પાછી પાની કરવાની જ ન હોય: દિગ્વિજયસિંહ ડી. જાડેજા

મોરબી જિલ્લામાં છેલ્લા દસ મહિનાથી ડીડીઓ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ડી. જાડેજાને કલેક્ટર તરીકેની બઢતી આપીને સોમનાથ જિલ્લાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે ધરતીધન હોટલ ખાતે તેઓના વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ સહિતના કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા

મોરબી જીલ્લામાં છેલ્લા દસ મહિના દરમિયાન ડીડીઓ તરીકે દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની સૌ કોઈએ પ્રસંશા કરી હતી અને ખાસ કરીને અધિકારી દ્વારા જે રીતે નીચેના કર્મચારીઓને સહકાર આપીને કામ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા તે વાતને સૌ કોઈએ નોંધ લીધી હતી આટલું જ નહીં પરંતુ મોરબી જીલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં અગાઉ આવેલા અગાઉના પાંચ ડીડીઓ દ્વારા જે કામગીરી ન કરવામાં આવી હતી તે ડિમોલેશન, પ્લોટની ફાળવણી તેમજ સત્તાનો દુરુપયોગ કરનારા સરપંચો સામે આખરી કાર્યવાહી જેવી જે કામગીરી ડીડીઓ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા તેમના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવી હતી અને તેની પણ સૌ કોઈએ નોંધ લીધી હતી અને આગામી સમયમાં તેઓ કલેક્ટર તરીકે સોમનાથ જિલ્લામાં મુકાય છે ત્યારે ત્યાં પણ તેઓની કાબિલેદાદ કામગીરી કરશે જેથી સમગ્ર રાજ્યમાં તેઓની કામગીરીની નોંધ લેવાય તેવી સૌ કોઈ મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતનાઓએ લાગણી વ્યક્ત કરી હતી

આ તકે મોરબીથી કલેકટર તરીકે પ્રમોશન સાથે બદલી પામેલા દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ટૂંકમાં જણાવ્યું હતું કે, મારા એકલાથી મોરબી જિલ્લામાં કોઈ પરિવર્તન ન આવી શકે પરંતુ મારી આખી ટીમ દ્વારા જે ટીમવર્કથી કામ કરવામાં આવ્યું હતું તેના થકી આજે મોરબી જિલ્લામાં છેલ્લા દસ મહિનાની અંદર સારી કામગીરી કરવામાં સફળતા મળી છે તેની સાથોસાથ વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઘણી વખત અધિકારી અને કર્મચારીઓને કોઈ કામ કરવા માટે થઈને સૂચના આપવામાં આવે તો ડરતા હોય અથવા તો આ કામ મારાથી કેવી રીતે થશે તેવી વાત આગળ મુકતા હોય છે પરંતુ અધિકારી અને કર્મચારીઓએ માત્ર એક જ વસ્તુ પોતાના ધ્યાનમાં રાખવી જોઈએ કે સરકારથી મોટું કોઈ છે નહીં અને તમે સરકારના પ્રતિનિધિ છો ત્યારે સરકારના હિતના કામ કરવા માટે ક્યારે પણ તમારે પાછી પાની કરવાની ન હોય એટલે સો ટકા તમને તમારા કામની અંદર સફળતા મળશે

વધુમાં મોરબી જિલ્લા પંચાયત હેઠળના વિસ્તારોની અંદર જે કામગીરી કરવા માટે થઈને આયોજનો ચાલી રહ્યા હતા તે અધૂરા કામ પુરા કરીને તેઓને અહીંના અધિકારી અને કર્મચારીઓ જાણ કરે તેવી પણ લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને ખાસ કરીને મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરની અંદર રહેવા માટે ગયેલા લોકો પણ પોતાના ઘરની અંદર બેઠા બેઠા ગામડામાં પોતાની જે કોઈ મિલકત હોય તેનો વેરો ભરી શકે ગ્રામ પંચાયતમાં તે માટે ઓનલાઈન વેરો ભરવાની જે વ્યવસ્થા ઉભી કરવાની છે તે કામગીરી હાલમાં છેલ્લા તબક્કામાં છે અને આવનાર ડીડીઓ દ્વારા તે કામગીરી કાર્યરત કરાશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. ખાસ કરીને જિલ્લા પંચાયત દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવતા અથવા તો જે કોઈ એક્શન લેવાતા હતા તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે થઈને મોરબીના પત્રકારો દ્વારા જે જિલ્લા પંચાયતની કામગીરીને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી તે બદલ ખાસ કરીને ડીડીઓએ મોરબી જિલ્લાના પત્રકારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News