મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ૫૨ બોટલ દારૂ સાથે બે પકડાયા, બે ની શોધખોળ શરૂ


SHARE













મોરબી-ટંકારામાં ૫૨ બોટલ દારૂ સાથે બે પકડાયા, બે ની શોધખોળ શરૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૦ બોટલો મળી આવતા પોલીસે રૂા.૧૯,૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક બુટલેગરની સ્થળ ઉપરથી ધરપકડ કરેલ છે અને એક ઇસમનું નામ સામે આવ્યું હોય પોલીસ તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઉપરોકત દારૂની રેડની જાણવા મળતી માહીતી પ્રમાણે મોરબી જિલ્લા એસીબીની ટીમને મળેલ બાતમીના આધારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-૬૮/૩૭૬ માં રહેતા મનોજભાઈ ખારેચાના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી.ત્યારે તેના ઘરમાંથી દારૂની ૫૦ બોટલો મળી આવતા પોલીસે રૂા.૧૯,૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલા મનોજ કિશોરભાઈ ખારેચા જાતે મિસ્ત્રી(ઉમર ૪૯) રહે.સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રાહીલ અયુબભાઈ માણેકિયા રહે.વાવડી રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આગળની તપાસ એ ડિવિઝનના એ.વી.પાતાળીયાને સોંપવામાં આવેલ છે.

તેમજ ટંકારા તાલુકાના હમીરપર ગામના પાટીયા પાસેથી એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૯૬૯૧ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને ટંકારા પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે રૂા.૧૨૦૦ ની કિંમતની દારૂની બે બોટલો તેમજ રૂા.૬૦ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને રૂા.૬૧,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને સ્થળ ઉપરથી ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૧) રહે. હમીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી ભરતભાઈ જીવાભાઇ ચાવડા રહે.હમીરપર તાલુકો ટંકારા વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે બંનેની સામે ગુનો નોંધી ભરત ચાવડાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News