મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી કબલ દ્વારા આયોજિત ધમાલગલીમાં બાળકોથી વૃદ્ધ સુધીનાઓ માજા માણી


SHARE













મોરબીમાં રોટરી કબલ દ્વારા આયોજિત ધમાલગલીમાં બાળકોથી વૃદ્ધ સુધીનાઓ માજા માણી

સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમત રમે અને તેના પ્રત્યે આકર્ષાય તે માટે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ દ્વારા ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ત્યાં ભારે માજા માણી હતી અત્રે ઉલેખનીય છે કે, આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ દ્વારા રવિવારના રોજ  શનાળા રોડ સ્કાય મોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, યંગ ઈન્ડિયા ગુપના દેવનેભાઈ રબારી સહિતનાઓના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં બાળકો કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ટ સોનલબેન શાહ, બંસીબેન શેઠ, રસેશ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.






Latest News