મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાનને રિક્ષા ચાલકે માર માર્યો, પીછો કરીને શક્તિ ચેમ્બર પાસે પણ માર માર્યો : કોઇ ફરીયાદ નહીં..?!


SHARE













મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાનને રિક્ષા ચાલકે માર માર્યો, પીછો કરીને શક્તિ ચેમ્બર પાસે પણ માર માર્યો : કોઇ ફરીયાદ નહીં..?!

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાન સાથે કોઈ વાતે ઝઘડો કરીને અજાણ્યા રીક્ષા ચાલક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને બાદમાં પીછો કરીને વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર નજીક પણ યુવાનને અટકાવીને માર મારવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઓમ પાર્ક વિસ્તારમાં નાની કેનાલ નજીક મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ રઘુભાઈ છનિયારા પટેલ (૩૯) નામના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા મોનાર્ક સીરામીકથી બાઈક લઈને પરત ઘર તરફ જતો હતો ત્યારે લખધીરપુર રોડ ઉપર આવેલા લીવા સિરામિક નજીક અજાણ્યા રીક્ષા ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં અજાણ્યા રીક્ષા ચાલકે તેને પ્રથમ લખધીરપુર રોડ ઉપર માર માર્યો હતો અને બાદમાં પોતે બાઇક લઈને આગળ નીકળી જતા વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર સુધી રીક્ષા ચાલકે પીછો કરીને ત્યાં અટકાવીને તેને પુનઃ ત્યાં માર માર્યો હતો જેથી જયેશ પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો અને આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને મારામારી સંદર્ભે આગળની તપાસ હાથ ધરાઈ હતી.અત્રે નોંધનીય છે કે મોરબીમાં છાસવારે આવા મારામારીના બનાવ બને છે અને અનેક વખત આવા પ્રકારની મારામારીમાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોય અને બાદમાં મોટી ઘટનાઓ પણ બની જતી હોય તેવા બનાવો અગાઉ બની ચૂક્યા છે માટે કડકપણે મારામારી કરતા આવા ઈસમોને પકડીને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજાભાઈ પ્રમોદભાઈ ચોરસીયા નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તે હાજીપીર દરગાહ નજીક અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો મોડી રાત્રીના તેઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં ઇજા પામતા તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા ભાવેશ દેવજીભાઈ કક્કડ નામના ૩૨ વર્ષના યુવાનને ઇજા પામેલા હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો આ બાબતે વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દરબારગઢ પાસે રહેતા ભાવેશ દેવજીભાઈ કક્કડ નામના યુવાનને વીસી ફાટક પાસે આવેલ તાલુકા શાળા નજીક ચાર-પાંચ લોકો દ્વારા કોઈ બાબતે થયેલ બોલાચાલી ઝઘડા બાદ માર માર્યો હોવાથી સારવારમાં ખસેડાયો હતો જે બાબતે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ૨૫ વારીયા વિસ્તારમાં રહેતી ઝરીનાબેન હનિફભાઈ ફકીર નામની ૨૫ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.આ બાબતે સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એચ.એમ.ચાવડાએ નોંધ કરી તપાસ કરી હતી






Latest News