મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાઠે રહેતા યુવાને ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE













મોરબીના ત્રાજપરમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના ત્રાજપરમાં આવેલ શંકરની દેરી પાસે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં શંકરની દેરી પાસે રહેતા વિજયભાઈ અરજણભાઈ અદગામા જાતે કોળી (૩૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના પરિવારના ભરતભાઈ તેની ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News