ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર-અણીયારી રોડેથી ૩૭૬ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પડકાયો: ત્રણની શોધખોળ


SHARE







મોરબીના જેતપર-અણીયારી રોડેથી ૩૭૬ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પડકાયો: ત્રણની શોધખોળ

મોરબી તાલુકાનાં જેતપરથી અણીયારી વચ્ચે રોડ ઉપર હ્યુંડાઇ ક્રેટા કાર પસાર થઈ રહી હતી ત્યારે એલસીબીની ટિમ દ્વારા તે ગાડીને રોકવામાં આવી હતી અને આ ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની ૩૭૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને કાર મળીને ૮,૪૨,૬૨૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે તેની પાસેથી દારૂ મંગાવનાર, ભરી આપનાર અને દારૂના માલિકના નામ સામે આવેલ છે જેથી કરીને પોલીસે તે તમામની સામે પ્રોહીબિશનની કલમ ૬૫(એ) (ઇ), ૧૧૬-(બી), ૮૧, ૯૮(૨), મુજબ ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ટીમના દશરથસિંહ પરમાર અને તેજસ વિડજાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાનાં જેતપરથી અણીયારી વચ્ચે રોડ ઉપર વોચ રાખવામા આવી હતી ત્યારે રાતના ૧ વાગ્યે પસાર થઈ રહેલ હ્યુંડાઇ ક્રેટા કાર નંબર જીજે ૬ પીએચ ૨૧૧૨ ને એલસીબીની ટિમ દ્વારા રોકવામાં આવી હતી અને આ ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી દારૂની ૩૭૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧,૩૭,૬૨૦ નો દારૂ, ૫૦૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ૭,૦૦,૦૦૦ ની ગાડી આમ કુલ મળીને ૮,૪૨,૬૨૦ નો મુદામાલ કબ્જે કરલે છે અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીના ભરતભાઈ ઘેલાભાઈ જીલરીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નગારામ ભગવાનરામ ચૌધરી (જાટ) (૩૧) રહે. રામજી કા ગોલ ફાટા તાલુકો ગુડામાલાણી રાજસ્થાન, પકડાયેલા માલનો માલીક નરેશકુમાર મલાજીભાઈ પઢીયાર (નાઈ) રહે. શેરપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, માલ ભરાવી આપનાર જમારામ ઉફે જગમાલ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ પોસ્ટ ડબોઇ તાલુકો ગુડામાલાણી રાજસ્થાન, માલ મંગાવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા રહે. ખાનપર તાલુકો મોરબી અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News