મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ
Breaking news
Morbi Today

મોરબી નજીક પકડાયેલ કેમિકલ વાળું ટેન્કર કોનું ?, કયાંથી ભર્યું ? કોણે ઠાલવવાનું કહ્યું ?: જીપીસીબી-પોલીસ સમક્ષ ઘૂટુંના ગ્રામજનોના સવાલ


SHARE















મોરબી નજીક પકડાયેલ કેમિકલ વાળું ટેન્કર કોનું ?, કયાંથી ભર્યું ? કોણે ઠાલવવાનું કહ્યું ?: જીપીસીબી-પોલીસ સમક્ષ ઘૂટુંના ગ્રામજનોના સવાલ

મોરબી તાલુકાના ઘુટુ ગામથી આગળના ભાગમાં પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવામાં આવ્યું હતું અને ત્યારે ગામના લોકો ત્યાં પહોચતા ટેન્કર લઈને ડ્રાઇવર નાસી ગયો હતો જો કે, તેની સાથે આવેલા એક શખ્સને ગામના લોકોએ પકડી લીધે હતો અને પોલીસ તેમજ જીપીસીબીની આ અંગેની જાણ કરી હતી જો કે, આ ઘટનાના ત્રણ દિવસ પછી પણ ટેન્કરના માલિક સામે કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી કરીને ઘૂટું ગામના લોકો આજે જીપીસીબીની ઓફિસ અને પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને ઘૂટું ગામ નજીક પકડાયેલ કેમિકલ વાળું ટેન્કર કોનું ?, કયાંથી ભર્યું ? કોણે ઠાલવવાનું કહ્યું ? તે ત્રણ અણીદાર સવાલ કરેલ છે અને હવે કોઈ આવું કૃત્ય કરશે તો તેને છોડશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે. 

મોરબી જિલ્લાનો ઓદ્યોગીક વિકાસ થયો છે તેની સાથોસાથ પ્રદૂષણનો પ્રશ્ન પણ દિવસેને દિવસે વધી રહ્યો છે કેમ કે, જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આડેધડ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણી ઠાલવતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ગત તા ૧૯ ના રોજ મોરબી તાલુકાના ઘુટુ ગામથી આગળના ભાગમાં પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠલાવવા માટે ટેન્કર લઈને આવ્યા હતા ત્યારે ગામના લોકોએ ટેન્કરને પકડ્યું હતું જો કે, ટેન્કરનો ડ્રાઈવર તકનો લાભ લઈને નાશી ગયો હતો અને તેની સાથે આવેલ શખ્સને સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને જે ટેન્કરમાં બેસીને તે આવ્યો હતો ? તે ટેન્કરમાં કયું કેમિકલ છે ?  તેની સ્થાનિક લોકોને પૂછપરછ કરી હતી. 

જો કે, વારંવાર પૂછપરછ કરવા છતાં પણ તે ટેન્કરમાં ભરેલ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણી ક્યાંથી ભરીને આવ્યો છે ? અને અહીંયા શા માટે ઠાલવતો હતો ? તે વિશે કોઈ સાચી માહિતી તે શખ્સ દ્વારા આપવામાં આવી ન હતી જેથી કરીને ગામના લોકો દ્વારા આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને તથા જીપીસીબીના અધિકારીને કરવામાં આવી હતી જેથી કરીને રાત્રે મોરબી તાલુકા પોલીસની ટીમ તથા જીપીસીબીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને જે શખ્સને ગામના લોકો દ્વારા પકડવામાં આવ્યો હતો તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને જીપીસીબીના અધિકારીએ મોડી રાતે ત્યાં આવીને ટેન્કરમાં રહેલ પ્રવાહી અને ઘૂટું ગામ પાસે ફેંકવામાં આવેલ પ્રવાહીના નમૂના લીધાતા અને તેને લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા છે અને ટેન્કરને ઘૂટુંથી તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા. 

જો કે, જીપીસીબીના અધિકારી દ્વારા જે સેમ્પલ લેવામાં આવેલ છે તેનો રાજકોટ ખાતે આવેલ લેબમાંથી હજુ રિપોર્ટ આવેલ નથી અને ટેન્કરના માલિક કે ડ્રાઈવર સામે કોઈ કાર્યવાહી હજુ સુધીમાં કરવામાં આવી નથી જેથી આજે ઘૂટું ગામના દેવજીભાઇ પરેચા સાહિના લોકોની સાથે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મનોજભાઇ પનારા સહિતના આગેવાનો મોરબીના રફલેશ્વર ગામે આવેલ જીપીસીબીની ઓફિસ અને મોરબી પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને ઘૂટું ગામ નજીક પકડાયેલ કેમિકલ વાળું ટેન્કર કોનું છે ?, કયાંથી ભર્યું છે ? કોણે ઠાલવવાનું કહ્યું હતું ? તે ત્રણ અણીદાર સવાલ કરેલ છે અને ત્યારે ગામના લોકોએ અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે “હવે કોઈ આવું કૃત્ય કરશે તો તેને છોડશે નહીં” 

અત્રે ઉલેખનીય છે કે, ખરેખર ટેન્કરની અંદર કેમિકલ હતું કે કેમિકલ યુક્ત પાણી ? અને આ કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણીથી જમીન, અબોલ જીવ અને લોકો નુકસાન થાય તેમ છે કે કેમ ? તે અંગેની સાચી માહિતી લોકોને મળે તે માટે થઈને ઘૂટું ગામના લોકો આજે પોલીસ સ્ટેશને  અને જીપીસીબીની ઓફિસે પહોચ્યા હતા જો કે, અવાવરુ જગ્યામાં રાતના આધારમાં ટેન્કરમાં કેમિકલ અથવા તો કેમિકલ યુક્ત પાણી ભરીને ઠાલવવામાં આવતા હોય છે તેવી વાતો કરવામાં આવે છે તે વાતને ઘૂટું ગામની ઘટનાએ સમર્થન આપી દીધેલ છે ત્યારે જવાબદાર અધિકારીઓએ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરીને આવી રીતે પ્રદૂષણને આડેધડ ફેંકનારા તત્વોની સામે અસરકારક કામગીરી કરશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે આ ઘટનામાં જો પોલીસ દ્વારા ટેન્કરના ચાલક અને મલીકને પકડવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેમ છે જો કે, તેને કેમ પકડવામાં આવેલ નથી તે પ્રશ્નનો જવાબ હાલમાં ગામના લોકો અધિકારી પાસે માંગી રહ્યા છે.






Latest News