મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતને કચરાના કલેકશન માટે ટ્રેકટર ટ્રોલી-ભૂગર્ભ માટે ૩ જેટિંગ મશીન અપાયા


SHARE









મોરબી જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતને કચરાના કલેકશન માટે ટ્રેકટર ટ્રોલી-ભૂગર્ભ માટે ૩ જેટિંગ મશીન અપાયા

સરકાર દ્વારા સ્વચ્છતા માટે લખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના ૧૬ ગામડાઓમાં સ્વચ્છતા માટે મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ટ્રેકટર ટ્રોલી આપવામાં આવેલ છે તેમજ ૩ ગ્રામ પંચાયતને ભૂગર્ભના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જેટિંગ મશીન આપવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, શહેરમાં જેમ ડોર ટુ ડોર કચરા કલેકશન થાય છે તેવી જ રીતે જિલ્લાના ગામડાઓમાં પણ કચરાનો નિકાલ કરવામાં આવે તે માટે તાલુકા અને જિલ્લા પંચાયતની ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૭૫ લાખના ખર્ચે ૧૬ મીની ટ્રેકટર-ટ્રોલી લેવામાં આવેલ છે તે મોરબી તાલુકાનાં થોરાળા,ચકમપર, મોડપર, બેલા(આ), પંચાસર, જુના નાગડાવાસ, જાંબુડિયા, આમરણ, અણીયારી, મહેન્દ્રનગર, બેલા(રં), ટંકારા તાલુકાનાં બંગાવડી, વાંકાનેર તાલુકાનાં પલાસ અને જોધપર, હળવદ તાલુકાનાં દેવીપુર અને ખેતરડી ગામના સરપંચ સહિતના આગવાનોની હાજરીમાં તેને આપવામાં આવેલ છે તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવામાં આવે તેના માટે ૩૫ લાખના ખર્ચે માળિયા તાલુકાનાં ખાખરેચી અને મોટા દહીંસરા તેમજ મોરબી તાલુકાનાં રવાપર ગામને એક એક જેટિંગ મશીન જિલ્લા પંચાયત ખાતેથી આપવામાં આવેલ છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ડીડીઓ જે. એસ. પ્રજાપતિ, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જયંતીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જીગ્નેશ કૈલા, નાથુભાઈ કડીવાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News