મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે રામધામ ખાતે ચાર દિવસીય રામ મહાયજ્ઞ-ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન


SHARE









વાંકાનેરના જાલીડા પાસે રામધામ ખાતે ચાર દિવસીય રામ મહાયજ્ઞ-ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન

વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક નિર્માણ કાર્ય થવા જઇ રહેલ શ્રીરામધામ ખાતે ચાર દિવસીય ૧૦૮ કુંડી શ્રીરામ મહાયજ્ઞ તેમજ ભૂમિપૂજન ગોંડલ રામજી મંદિરના ગાદિપતિ જયરામદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને હવનની પૂર્ણાહુતિ બાદ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ જયરામદાસજી મહારાજ, વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપા તથા પુત્રી કિંજલબેન સોમાણીના હસ્તે શ્રીરામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઇ સોમાણીને પારણા કરવવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં ભાણસાહેબની જગ્યાના જાનકીદાસબાપુ, ગઢસીસાથી ચંદુમા, વાંકાનેર ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનબાપુ રાવલ, રુગનાથજી મંદિર-વાંકાનેર રેવાદાસભાઇ હરિયાણી, વિરપુર જલારામના ગાદી પતિ રઘુરામબાપા સહિત સૌરાષ્ટ્રભરના સંતો-મહંતો ભુદેવો તથા રઘુવંશી પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભૂમિપૂજનના કાર્યક્રમના સાક્ષી બન્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શ્રીરામધામ ટ્રસ્ટી-જાલીડાના પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદેવ, ભીખાલાલ પાઉં, અશ્વિનભાઇ સેતા, ગીરીશભાઇ કાનાબાર, જગદીશભાઇ સેતા, પરેશભાઇ કાનાબાર, વિનુભાઇ, પરેશભાઇ સહિતના અગ્રણીઓએ આ ચાર દિવસીય ભૂમિપૂજન તથા ૧૦૮ કુંડી શ્રી રામ મહાયજ્ઞનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન તથા અધ્યક્ષ સ્થાન રામધામના સ્વપ્ન દ્રષ્ટા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તથા ટીમ દ્વારા કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી ભાઇઓ-બહેનો જેમાં અમિત સેજપાલ, રાજભાઇ સોમાણી, ભાવિનભાઇ સેજપાલ, ગોપાલભાઇ કટારીયા, રીતેષ કક્કડ, આનંદભાઇ સેતા, મેહુલભાઇ નથવાણી, જીજ્ઞેશભાઇ, હર્ષિતભાઇ, ધર્મેશભાઇ ભીંડોરા, લલિતભાઇ, સોનલબેન વસાણી, પ્રતિભાબેન કટારીયા, ભાવનાબેન, શારદાબેન ઉપરાંત જલારામ પ્રાર્થના મંદિર-મોરબીના ભાઇઓ-બહેનો તથા ટંકારા, મોરબી, ચોટીલા, રાજકોટ, અમરેલી, થાનગઢ સહિત ગામોના સ્વયંમ સેવકોએ તન-મન-ધનથી જોડાયા હતાં.

આ તકે ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ, મોરબી, રાજકોટ, સુરત સહિતના દાતાઓએ ભૂમિદાનની સરવાણી વહાવી હતી ત્યારે ઉપરોક્ત દાતાઓને ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસજી મહારાજ દ્વારા સન્માનિત કરાયા હતાં આ કાર્યક્રમના અંતે રામધામના તમામ ટ્રસ્ટી તથા રામધામના કાર્યકર વિનુભાઇ કટારીયા, તથા સ્વયંસેવક ભાઇઓ-બહેનો, દાતાઓ, કાર્યકર્તાઓ, ઇલેકટ્રીક મીડિયા, પ્રિન્ટ મીડિયા, શ્રીરામ યજ્ઞના યજમાનો ભૂદેવો તથા સહયોગી લોકોના આભાર વ્યકત કર્યો હતો.




Latest News