મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા


SHARE









મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા

મોરબીમાં રહેતા યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી અને તે યુવાન સાથે ૪,૪૭,૧૫૦ ની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ તા.૪/૧/૨૦૨૪ના રોજ કિશનભાઈ કાવર નામના યુવાને ફરિયાદીને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapes.com લીંક મોકલી હતી અને વોટસએપ મેસેજ કરીને શેરબજારમાં રોકાણ કરવાની ટીપ્સ મોકલેલ હતી. જેથી યુવાને શેરબજારમાં રોકાણ કરવા માટે ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪,૪૭,૧૫૦ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું અને ત્યાર બાદ યુવાને તેને કરેલ રોકાણના પૈસા પાછા માંગ્યા હતા જો કે, આરોપીઓએ પૈસા પાછા ન આપીને યુવાનની સાથે છેતરપીડી કરીને વિશ્વાસઘાત કરેલ છે જેથી મોરબી સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦બી તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધાયેલ હતો આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર કાઇમ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ, હરીશ ગોબરભાઇ ભરવાડ તથા ગણેશ ગગન થાપા રહે. બધા ફતેગંજ, વડોદરા વાળાઓની ધરપકડ કરેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ આર.ટી. વ્યાસ, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, યુ.એસ. બારોટ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે




Latest News