મોરબીના મહેન્દ્રનગર પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: બે વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચાની હોટલ પાસે ઝઘડાનું સમાધાન કરવા માટે થઈને યુવાન સાથે વાત કરતાં હતા ત્યારે યુવાન અને તેના મિત્રને પાંચ શખ્સો દ્વારા જ્ઞાતિ વિષે અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા અને યુવાન ઉપર છરી વડે હુમલો કરીને બંને પગમાં ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરની પૂછપરછ કરીને તેને મુક્ત કરવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ મૂળજીભાઈ સોલંકી (૨૫)એ થોડા સમય પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધવલભાઇ દીપકભાઈ પરમાર, ઈરફાન મુસ્લિમ, ધ્રુવ દામજીભાઈ મકવાણા સહિત પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી યુવાને તેના મિત્ર સાથે ઈંડાની લારીએ જમવા માટે થઈને ગયો હતો ત્યારે ત્યાં આરોપી ધવલ પરમાર સાથે ધ્રુવ મકવાણાને ઝઘડો થયેલ હતો જે ઝઘડામાંથી છૂટા પાડી મૈત્રી ચા ની હોટલે ચા-પાણી કરી સમાધાન બાબતે વાત કરતા હતા ત્યારે ધવલ પરમારએ તેના ઝઘડામાં બહારથી ફોન કરીને તેના મિત્ર ઈરફાન સહિતના માણસને બોલાવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાન તથા સાહેદ પ્રકાશને માર માર્યો હતો અને જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ ફરિયાદી યુવાનને પગે છરી વડે હુમલો કરીને બંને પગમાં ઇજા કરી હતી તેમજ ધ્રુવ દામજીભાઈ મકવાણાએ ફરિયાદી યુવાનને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાંતપાસનીસ અધિકારી અને તેની ટીમે આરોપી ધવલ અનિલભાઈ ઉર્ફે દીપકભાઈ પરમાર (૨૦) રહે. ચામુંડાનગર સોઓરડી પાછળ મોરબી, ઇરફાન રફીકભાઈ સમા (૨૬) રહે. વરિયાનગર સોઓરડી મોરબી (૧૯) રહે. ભારતનગર સર્કિટ હાઉસ સામે મોરબી અને ધ્રુવ અમરશીભાઈ ઉર્ફે દામજીભાઈ મકવાણા (૧૯) રહે. જવાહર સોસાયટી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની પૂછપરછ કરીને મુક્ત કરવામાં આવેલ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં શરાફત સોકતભાઈ અલી (૨૨) રહે. યુપી કેમરી તાલુકો વિલાસપુર જિલ્લો રામપુર તથા અમરસિંહ બલદેવસિંહ (૪૧) રહે. પંજાબ વાળાને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે શરાફતને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છ