મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરેલ રજૂઆત થકી ૩૨.૧૫ કરોડના વિકાસ કામ મંજૂર


SHARE









ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરેલ રજૂઆત થકી ૩૨.૧૫ કરોડના વિકાસ કામ મંજૂર

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર કોઝવે તથા નાળા પર નવા પુલ તથા નવા સીડી વર્કસ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૩૨.૧૫ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

મોરબીમાં રહેતા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પડધરીના ઢોકળીયા ખંભાળા ન્યારા રોડ પર મેજર બ્રિજ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલને મંજૂરી, પડધરી તાલુકાના એસ.એચ. થી ખામટા, ખજુરડી, ખોડાપીપર રોડ, સેક્શન-૨, ડેમ સાઈટથી ખજુરડી રોડ કોઝવે, પ્રોટેક્શન વોલને મંજૂરી, પડધરી તાલુકાના એમ.ડી.આર. થી નાના ખીજડીયા રોડ પર માઈનોર બ્રિજ એપ્રોચ અને પ્રોટેક્શન વોલ, સરપદડ-મોટા ખીજડીયા રોડ પર સબમર્શીબલ બ્રિજમાં ૨ ગાળા વધારવાના એપ્રોચ, પ્રોટેક્શન વોલને મંજૂરી, ઉંડ ખીજડીયા એપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેઈન એપ્રોચ, પ્રોટેક્શન વોલના કામને મંજૂરી, મોરબીના લખધીરનગર થી અદેપર રોડ પર ૭ મી. સ્પાનના ૫ ગાળાનો માઈનોર બ્રિજ અને ૫૦ મીટરનો વોન્ટેડ કોઝવે મંજૂર, ટંકારા તાલુકાના નેકનામ-રોહીશાળા રોડ, નેસડા-ખાનપર રોડ અને ખીજડીયા-નસીતપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી, એસ.એચ. થી બંગાવડી રોડ પર મેજર બ્રિજ અને એપ્રોચનું કામ અને એસ.એચ. થી જીવાપર રોડ પર માઈનોર બ્રિજ અને એપ્રોચના કામને મંજૂરી આપવામાં આવેલ છે આમ કુલ મળીને ૩૨.૧૫ કરોડના વિકાસ કામોને મંજૂર કરાયેલ છે જેથી ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે




Latest News