મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં દાટીને રાખવામા આવેલ દારૂની ૧૨૮ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જાંબુડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં દાટીને રાખવામા આવેલ દારૂની ૧૨૮ બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં શિવ શક્તિ કાંટા પાછળ ઢોર બાંધવાના વાડામાં તાલુકા પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જમીનમાં દાટીને પ્લાસ્ટિકના કેરબા રાખવામા આવ્યા હતા તે કેરબામાંથી દારૂની ૧૨૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ તાલુકા પીઆઇ કે.એ.વાળાએ કોન્સ્ટેબલ જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ વાળો પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી પ્લાસ્ટિકના ડ્રમ રાખવામા આવ્યા હતા જેને ચેક કરવામાં આવતા તેમાથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૧૨૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૯,૩૦૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ જાતે દરબાર (૩૪) રહે. જાંબુડીયા ગામની સીમ, શિવ શક્તિ કાંટા પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે અને આ કેસની આગળની તપાસ પીએસઆઈ બી.એમ. બગડા ચલાવી રહેલ છે.




Latest News