તેરા તુજકો અર્પણ: મોરબીમાં 5.10 લાખના 31 મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત આપ્યા મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર અને નિર્મલ સ્કૂલ અને મોટીબરારની મોડેલ સ્કૂલ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઇ  ગુજરાતનાં 162 ધારાસભ્યો-25 સાંસદોમાંથી જે હોશિયાર હોય તેને વીજપોલના વળતર બાબતે લાઈવ ડિબેટમાં આવવા જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનની ખુલ્લુ ચેલેન્જ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણની ટિપ્સ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના યુવાનને શેરબજારમાં રોકાણની ટિપ્સ આપીને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપીને છેતરપીંડી તેમજ વિશ્વાસધાત કરવામાં આવે છે તેવો અગાઉ મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે જે ગુન્હામા સંડોવાયેલ વધુ બે આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે પકડી લીધેલ છે

જાણવા મળતી માહિતી ગત તા. ૪/૦૧/૨૦૨૪ ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ હતી અને આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪.૪૭,૧૫૦ નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું ત્યાર બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આ કામના આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો

આ ગુન્હામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હતી અને ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા રેન્જ આઇજી અશોકકુમાર અને એસપી રાહુલ ત્રિપાઠીએ સુચના આપી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં રાકેશભાઇ જયંતીભાઇ ઠાકોર રહેવડોદરા છાળી જકાતનાકા પરીમલ સોસાયટી તથા ચીરાગ ઉર્ફે દેવ સતીષભાઇ કહાર રહે. નાગરવાડા પ્રકાશનગરવડોદરા વાળાનો સમાવેશ થાય છે




Latest News