હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલ પરિણીતા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોનો કુહાડી-ધોકા વડે હુમલો
SHARE
મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલ પરિણીતા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોનો કુહાડી-ધોકા વડે હુમલો
મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠલ પરિણીતા તેના સાસરાના ઘર પાસેથી નીકળી ત્યારે તેનો દીકરો શેરીમાં રમતો હતો ત્યારે મહિલાએ તેને તેડયો હતો જે બાબતનો ખાર રાખીને મહિલાના પતિ સહિતના ચાર શખ્સોએ પરિણીતાના ઘરે જઈને તેને ગાળો આપીને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર માર્યો હતો તેમજ મહિલાના ભાઈને કુહાડી મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ દેવજીભાઇ પરસોતમભાઇ હડીયલની દીકરી જોશનાબેન ગુણવંતભાઇ ચાવડા જાતે દલવાડી (ઉ.૨૮)એ હાલમાં તેના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા, ભુરાભાઇ દાનાભાઇ ચાવડા, જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના પાનેલી ગામમાં નવાપરામાં તેઓ અને તેના ભાઈ સહિતના પરિવારજનો ઘરે હતા ત્યારે તેના પરિ સહિતનાએ આવીને તેઓને ગાળો આપી હતી ને કુહાડી તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તેઓ તથા રમાબેન પોતાના ઘર તરફ ચાલીને જતા હતા ત્યા રસ્તામાં તેના સસરાનુ મકાન આવે છે ત્યાં તેનો દિકરો રમતો હતો જેથી તેમણે તેને તેડયો હતો જે બાબતનો ખાર રાખીને તેને પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા સહિતના તમામ આરોપીઓ તેના પિતાના ઘર પાસે આવ્યા હતા અને તેઓને ગાળો આપી તેમજ તેના પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડાએ ઢીકા પાટુનો માર માર્યો હતો ત્યારે જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડાએ તેઓને પકડી રાખતા તેમનો ભાઈ મુકેશભાઇ વચ્ચે પડ્યો હતો અને ત્યારે આરોપી ભુરાભાઇ દાનાભાઇ ચાવડાએ કુહાડીનો ઘા પેટના ભાગે માર્યો હતો અને રમાબેન વચ્ચે આવતા તેને લાકડાના ધોકાથી માર માર્યો હતો અને પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને તેના પતિ સહિત ચાર શખ્સોને પકડવા માટે આગળની કાર્યવાહી કરી હતી