મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલ પરિણીતા ઉપર તેના પતિ સહિત ચાર શખ્સોનો કુહાડી-ધોકા વડે હુમલો
મોરબીના ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ૪.૯૦ લાખના ડમ્પરની ચોરી
SHARE
મોરબીના ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ૪.૯૦ લાખના ડમ્પરની ચોરી
મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે આનંદ હોટલ નજીક કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાં ડમ્પર પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને વાહનને શોધવા માટે અને ચોરને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ધર્મસીધી સોસાયટીમાં ચબુતરાના પાછળના ભાગે રહેતા મુળ જામનગર જિલ્લાના ટ્રાન્સપોર્ટર અનીલભાઇ દાનાભાઇ વસરા જાતે આહીર (ઉ-૩૫)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત ૩૦/૦૯/૨૦૨૧ ના રાત્રીના બાર વાગ્યાથી વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે આનંદ હોટલ નજીક કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાં તેની માલીકીનું ટાટા કંપનીનુ દસ વીલ વાળુ ડમ્પર સફેદ કલરનો મોરો તથા બ્લુ કલરના ઠાઠા વાળુ જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 3 એએક્સ ૫૧૪૯ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને રૂપીયા ૪,૯૦,૦૦૦ લાખની કિંમતના ડમ્પરની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે