મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા, પાઇપ અને લાકડી વડે ચાર શખ્સોએ કર્યો હુમલો


SHARE









મોરબીના મકનસર ગામે સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા, પાઇપ અને લાકડી વડે ચાર શખ્સોએ કર્યો હુમલો

મોરબી તાલુકાના મકનસર ગામ ની સીમમાં ઇરીગેશનની ખરાબાની જમીન આવેલ છે જેને ૩૦ વર્ષથી વૃદ્ધ ખેડતા આવે છે અને તે જમીનની બાજુમાં જેની જમીન આવેલ છે તેને ૧૫ દિવસ પહેલા જમીન ખેડવાની વૃદ્ધને ના પાડી હતી તેમ છતાં વૃદ્ધ તેના દીકરા સાથે જમીન ખેડવા માટે જતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેના ઉપર લોખંડના ધારિયા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુળનગર રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલા જાતે કોળી (૫૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૈયાભાઈ રણછોડભાઈ કોળી, સુખાભાઈ રણછોડભાઈ કોળી, મંગાભાઈ રણછોડભાઈ કોળી અને કલ્પેશભાઈ રણછોડભાઈ કોળી રહે. બધા અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મકનસર ગામની સીમમાં માટેલિયા પટ નામથી ઓળખાતી ઈરીગેશન વિભાગની સરકારી ખરાબાની જમીન છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ખેડતા હોય છે અને તે જમીનની બાજુમાં આરોપીઓની જમીન આવેલ છે જેથી ૧૫ દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડેલ હતી પરંતુ ફરિયાદી છેલ્લા ૩૦ વર્ષથી ત્યાં વાવતા હોય તે તેના દીકરા નરેશ સાથે ત્યાં ખેડવા માટે ગયા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા મૈયાભાઈ કોળીએ લોખંડના ધારિયા વડે તેઓ ઉપર હુમલો કરી ડાબા પગના નળાના ભાગે ઇજા કરી હતી તેમજ મંગાભાઈએ લોખંડના પાઇપ વડે બંને પગમાં સાથળના ભાગે માર મારીને ઇજા કરેલ છે અને સુખાભાઈ તથા કલ્પેશભાઈએ ફરિયાદીના દીકરા નરેશને બંને પગમાં લાકડી અને પાઇપ વડે માર મારીને શરીરે ઇજાઓ કરી હતી અને ગાળો આપી હતી જેથી કરીને ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News