મોરબી સેસન્સ કોર્ટમાંથી પત્નીના હત્યાના ગુનામાં પકડાયેલ પતિનો નિર્દોષ છુટકારો
મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૧ પશુઓને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ
SHARE









મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૧ પશુઓને બચાવ્યા: બે શખ્સોની ધરપકડ
મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોઓ બાતમી મળી હતી કે, કચ્છથી ગેરકાયદે પશુ ભરીને બોલેરો ગાડી મોરબી બાયપાસ નજીકથી પસાર થવાની છે જેથી કરીને મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરો વોચમાં હતા તેવામાં મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નીકળી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ક્રુરતાપૂર્વક બાંધેલ ૧૩ પશુઓ મળી આવ્યા હતા જેથી વાહન સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો આ તકે મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લાના પ્રમુખ કમલેશભાઈ બોરીચ તેમજ ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, યશભાઈ વાઘેલા, જીતુભાઈ સેતા, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઇ ગોહિલ, હિતરાજ સિંહ પરમાર, મીતભાઈ, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઈ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, પાર્થભાઈ પટેલ, માલાભાઈ અને ગજેન્દ્રભાઈ બાબરા સહિતના હાજર રહ્યા હતા અને આ બનાવમાં હાલમાં મોરબીના નવી પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા જાતે પટેલ (૨૬) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહમદભાઈ ઇસ્માઈલભાઈ માંડલિયા જાતે ખાટકી (૪૫) રહે. જામનગર રોડ બજરંગવાડી જયદીપ ચોક રાજકોટ તથા ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ તરકબાણ જાતે ખાટકી (૩૫) રહે ગિરનાર ટોકીઝ પાછળ ખાટકીવાડ રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરેલ છે

