મોરબી જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ધર્મપત્નિના જન્મદીનની ઉજવણી કરતા તબિબ
મોરબી : તલવારબાજી ડિફેન્સ અને પોલીસ ભરતીની તાલીમ માટે કેમ્પ યોજાશે
SHARE









મોરબી : તલવારબાજી ડિફેન્સ અને પોલીસ ભરતીની તાલીમ માટે કેમ્પ યોજાશે
ગુજરાતભરમાં વસતા તમામ ક્ષત્રિય યુવાનો માટે કચ્છ રાજપુત કરણી સેના તથા ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠનના નેતૃત્વમાં ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ તલવાર બાજી ડિફેન્સની ટ્રેનિંગ સેન્ટર ખાતે તેમજ આવનારા દિવસોમાં આવી રહેલી ભરતીઓને ધ્યાનમાં લઇને તાલીમ કેમ્પનું આયોજન કરેલ છે. કોઈપણ ભાઈઓ પોલીસ, આર્મી, નેવી કોઈપણ પ્રકારની તૈયારી કરતા હોય તેમના માટે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.તેમાં પ્રવિણસિંહ ઝાલા (આર્મી ક્લાર્ક, ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન પ્રદેશ સંરક્ષક,જુના સાદુરકા) તથા શક્તિ ડિફેન્સ એકેડમીના ઉચ્ચ શિક્ષકો દ્વારા ટ્રેનિંગ અને લેખિતની તૈયારી કરાવવામાં આવશે.
કેમ્પ તા.૨૫-૧૦ થી તા.૧૦-૧૧ સુધી યોજાનાર છે. કેમ્પમાં આવતા ક્ષત્રિય યુવાનોએ રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. તે માટે યજુવેન્દ્રસિંહ જાડેજા (એક્સ આર્મી ,મંત્રી શ્રી કરછ જિલ્લા ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન ) મો. 94581 22358 અથવા રણજીતસિંહજી જાડેજા (ગજોડ-મુન્દ્રા તાલુકા પ્રમુખ શ્રી ગજકેશરી ફાઉંડેશન ક્ષત્રિય યુવા સંગઠન આશાપુરા સાડી) નો સંપર્ક કરવો.કેમ્પ શક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ (કચ્છ-ભુજ) ખાતે યોજાશે. તા.૨૧-૧૦ પછીથી કોઈપણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહિ અને વેહલા તે પેહલાના ધોરણે એન્ટ્રી લેવામા આવશે.
પાટીદાર ધામ-મોરબી
હાલમાં પોલીસ ભરતી આવી રહેલ છે.જેમાં વધુમાં વધુ પાટીદાર દિકરા-દિકરીઓ ફોર્મ ભરે તે અંગે પ્લાનિંગ તથા જાગૃતી અભિયાન શરૂ કરાયેલ છે. જેમા સમાજ શ્રેષ્ઠીઓ, લેઉવા-કડવા પાટીદાર સમાજ અગ્રણી, કુંટુબ પ્રમુખ, સોસાયટી પ્રમુખ, કર્મચારી-અધિકારી તથા પાટીદાર સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ તથા પાટીદાર સક્રિય સભ્યોને મદદરૂપ થવા અપીલ કરાયેલ છે. પોલીસ ભરતીના ઓનલાઇન ફોર્મ ભરવા માટે વૈદેહી પ્લાઝા, મહાબલી હનુમાન સામે, રવાપર ઘુનડા રોડ-મોરબીમાં મળવુ.હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ છે બોયઝ માટે જૂની પટેલ બોર્ડિંગ અને ગર્લ્સ માટે કન્યા છાત્રાલય ખાતે વ્યવસ્થા કરાઇ છે.પાટીદારધામ-મોરબી દ્રારા વધુ માહિતી માટે મો.70168 91549 અથવા મો.90160 92124 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.
