મોરબી : તલવારબાજી ડિફેન્સ અને પોલીસ ભરતીની તાલીમ માટે કેમ્પ યોજાશે
મોરબીમાં સર્વજ્ઞાતિના જરૂરીયાત મંદ દર્દીઓને ઉમા ક્લિનિક, લેબો અને મેડિકલની સુવિધા અર્પણ
SHARE









મોરબીમાં સર્વજ્ઞાતિના જરૂરીયાત મંદ દર્દીઓને ઉમા ક્લિનિક, લેબો અને મેડિકલની સુવિધા અર્પણ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલયની બાજુમાં ઉમા મેડિકલ સ્ટોર અને ઉમા ક્લિનિક એન્ડ લેબોરેટરીનું આજથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાના કલેકટર, એસપી સહિતના અધિકારીઓ અને પાટીદાર સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને સર્વજ્ઞાતિના જરૂરીયાત મંદ દર્દીઓએ આ સુવિધાનો લાભ લેવા માટે થઈને ખાસ અપીલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ તેમજ સર્વે હોદ્દેદારો અને આગેવાનો દ્વારા કરવામાં આવેલ છે
મોરબી શહેરની અંદર જુદી-જુદી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર મળે તેના માટે થઈને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે શનાળા રોડ પાસે કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલયની બાજુમાં જ ઉમા મેડિકલ સ્ટોર અને ઉમા ક્લિનિક એન્ડ લેબનું આજથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના કલેક્ટર જે.બી,પટેલ, એસપી એસ.આર.ઓડેદરા તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેશભાઇ જેતપરિયા, કિરીટભાઇ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા તેમજ ત્રાંબકભાઈ પટેલ, શામજીભાઈ રંગપરિયા, કિશોરભાઇ ચિખલિયા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેઓએ ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા સર્વજ્ઞાતિના જરૂરિયાત મંદ દર્દીઓ માટે આરોગ્યલક્ષી સુવિધા અને દવા પણ રાહત દરે મળી રહે તેવી વ્યવસ્થા હાલમાં ઉમા મેડિકલ અને ઉમા ક્લિનિક એન્ડ લેબ ખાતે શરૂ કરેલ છે તેનો લાભ લેવા માટે તેને અનુરોધ કર્યો હતો
