મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે લાખના ટ્રેક્ટરની ચોરી


SHARE









માળીયા (મી)ના વેણાસર ગામે ઘર પાસે પાર્ક કરેલા બે લાખના ટ્રેક્ટરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે રહેતા આધેડે પોતાના ઘરની બહારના ભાગમાં ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના ટ્રેક્ટરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે રહેતાને ખેતી કામ કરતા રાણાભાઇ દેવાભાઈ રાઠોડ જાતે આહિર (૫૨)એ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. ૨૦/૧ ના સાંજના સાત વાગ્યાથી લઈને તા ૨૧/૧ ના સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓએ પોતાના ઘરની બહાર તેનો સોનાલીકા ૭૪૦ બ્લુ કલરનું ટ્રેક્ટર નંબર જીજે ૧૩ એમ ૫૭૨૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટરની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરેલ છે જેથી કરીને બે લાખ રૂપિયાની કિંમતના ટ્રેકટરની ચોરી થઈ હોવાની ફરિયાદ રાણાભાઇ રાઠોડે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News